Friday, May 23, 2025

મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં યોજાયું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા હાઇડ્રોલિક જેસીબી, લેઝર હોમ સિક્યુરિટી સિસ્ટમ, જ્વાળામુખી, ગ્રીન હોમ સિસ્ટમ, ઢાળનો સિદ્ધાંત, ઓટોમેટિક રોડ લાઇટ સિસ્ટમ, મોબાઇલથી ચાલતી પવનચક્કી, દ્રવ્યમાન કેન્દ્રનો સિદ્ધાંત, ગાણિતિક આકારો, મેગ્નેટિક પેન્સિલ, ગાણિતિક સૂત્ર મોડલ જેવા વિવિધ પ્રકારના 16 જેટલા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને સમજાવતા મોડેલ બનાવવામાં આવ્યા હતા. બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલા આ વિવિધ પ્રકારના મોડલોને શાળાના 300 બાળકો, કન્યા પ્રાથમિક શાળાની 350 કન્યાઓ, માધ્યમિક શાળાના 120 બાળકો, બધી જ શાળાના શિક્ષકગણ તેમજ વાલીઓએ પણ આ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ સમગ્ર પ્રદર્શન એમ.એમ.દેસાઈ અને બી.એસ.કૈલાના માર્ગદર્શન તેમજ શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી યોજવામાં આવ્યું હતું.

આ તકે નાની વાવડી કુમાર શાળાના આચાર્ય તેમજ નાનીવાવડી અને ખારીવાડી સી.આર.સી.કો. એ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW