Saturday, January 11, 2025

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો તથા જેલ ના કેદીઓએ ને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો

Advertisement

રક્ષાબંધન ના પાવન પર્વ નિમિતે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની ના અગ્રણીઓ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી તથા હિન્દુ યુવા વાહિની ના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા ની આગેવાની માં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સબ જેલ ની મુલાકાત લઈ ફરજ પર ના પોલીસ અધિકારીઓ તેમજ જેલ નાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવવા માં આવ્યો હતો. આ તકે પોલીસ અધિકારીઓ તેમજ જેલ ના કેદીઓ ભાવવિભોર બન્યા હતા. સંસ્થાના અગ્રણીઓ દ્વારા પ્રજા ની રક્ષા કરતા પોલીસ જવાનો ને રક્ષા બાંધી ઈશ્વર તેમને વધુ શક્તિ પ્રદાન કરે તેવી શુભકામના પાઠવી હતી તેમજ જેલ ના કેદીઓ સારા નાગરિકો બની સમાજ ના ઉત્કર્ષ માં સહભાગી બને તેમજ પોતાના પરિવાર પ્રત્યે કટીબદ્ધ બની ભવિષ્ય માં ગુનાહિત પ્રવૃતિઓથી દુર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW