મોરબી પંચાસર રોડ નાની કેનાલ પ્રમુખ સ્વામીની પાછળ આવેલ જયસુખભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના કબ્જા ભોગવટા વાળા સ્કારવ્યુ -બી એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૫૦૨મા ચાલતું મોટું ૧૪.૭૫ લાખનું જુગારધામ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી રોકડ રકમ સહિત છ ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ નાની કેનાલ પ્રમુખ સ્વામીની પાછળ આવેલ જયસુખભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના કબ્જા ભોગવટા વાળા સ્કારવ્યુ -બી એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૫૦૨મા જુગાર રમતા છ ઇસમો જયસુખભાઇ મહાદેવભાઇ પડસુંબીયા ઉ.વ. ૨૮ રહે. મોરબી પંચાસર રોડ, નાની કેનાલ પ્રમુખ સ્વામીની પાછળ સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૨ મુળ ગામ નાની વાવડી તા.જી.મોરબી, જયેશભાઇ કાનજીભાઇ પડસુંબીયા ઉ.વ. ૩૩ રહે. નાની વાવડી પ્લોટ વિસ્તાર ખોડીયારમાંના મંદિર પાસે તા.જી.મોરબી, દિપકભાઇ રાઘવજીભાઇ ભુત ઉ.વ. ૩૩ રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ, ધર્મવિજય સોસાયટી નંદનવન એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૩ મુળ ગામ સજનપર (ઘુનડા) તા.ટંકારા જી.મોરબી, વિપુલભાઇ અંબારામભાઇ કુંડારીયા ઉ.વ. ૪૦ રહે. મોરબી રવાપર ચોકડી સુભાષનગર સોસાયટી (હરેશભાઇ પાચોટીયાના મકાનમાં) મુળ ગામ ઉચીમાંડલ તા.જી.મોરબી ,જયદિપભાઇ પ્રવિણભાઇ ચૌહાણ ઉ.વ.૨૮ રહે. મોરબી, કન્યા છાત્રાલય રોડ, પંચવટી સોસાયટી-૧ મુળ ગામ આમરણ(બેલા) તા.જી.મોરબી, નિતીનભાઇ વલ્લભભાઇ આદ્રોજા ઉ.વ. ૪૦ રહે. મોરબી અવનીચોકડી જયઅંબે સોસાયટી શેરી નં-૧ મુળ ગામ ચાચાવદરડા તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪,૭૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.