અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડીમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ
મોરબી એલસીબી ટીમે અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડીમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલની સુચના અન્વયે એલસીબી પીએસઆઇ તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને સુરેશભાઈ હુંબલ પૃથ્વીરાજસિહ જાડેજા દશરથસિંહ ચાવડા વિક્રમભાઈ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-T-1992 રેઢી મળી આવતા તપાસતા ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો છૂપાવીને તેના વેચાણ કરવાના ઇરાદે સંતાડી તેની હેરાફેરી કરતો હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯૨ કિંમત રૂ.૧,૨૬,૪૮૦ મહિન્દ્રા બોલેરો ગાડી કિં રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૬,૨૬,૪૮૦ નો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે તેમજ આરોપી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-1-1992 વાળીનો ચાલક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે