મોરબી જિલ્લા પોલસવડા રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા ની ટીમ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા ને મળેલ ખાનગી બાતમી ના આધારે મોરબી તાલુકાના સાપર ગામની સીમ મા ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કૂલ બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી
જથ્થો રાખી વેંચાણ કરનાર :-
વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા / રહે-ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી મોરબી,
કબ્જે કરેલ મુદ્દામાલ :- નશીલી આર્યુવેદીક શીપની બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.