Tuesday, February 11, 2025

કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તાર માં થયેલ મો.સા.ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આઠ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડતી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

Advertisement

મોરબી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા મો.સા.ચોર ને પકડી આઠ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મો.સા. સાથે હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ગોલાસણનો રહીશ કરશનભાઇ ભરતભાઇ રાતૈયા આટાફેરા કરે છે જેથી ગોલાસણ ગામે વોચ દરમ્યાન કરશનભાઇ ભરતભાઇ રાતૈયા રહે. ગોલાસણ તા. હળવદ વાળો નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મો.સા. સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મો.સા.ને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરતા પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસ માં ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તાર માંથી બીજા સાત મોટરસાયકલોની ચોરી કરી પોતે ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ આઠેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા આઠ મોટર સાયકલો પૈકી બે મો.સા કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ સિટી એ ડિવી પો.સ્ટે. ખાતે ત્રણ ગુના રજી. થયેલ છે આમ મજકુર તથા તેના સાગરીતોએ અંજાર, ગાંધીધામ આજુબાજુના વિસ્તાર માંથી ચોરી, છળ કપટ કે ઉઠાંતરી કરી મેળવેલ હોવાનું જણાઇ આવતા હાજર મળી આવેલ મજકુર ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ નીચેની વિગતના મોટર સાયકલ નંગ-૦૮ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

– પકડાયેલ ઇસમનુ નામ સરનામુઃ-

કરશનભાઇ ભરતભાઇ રાતૈયા ઉવ-૨૪ રહે.ગોલાસણ રાજબાઇ માતાના મંદિર સામે, તા. હળવદ જિ. મોરબી –

પકડાવાના બાકી ઇસમોના નામ સરનામા

(૧) અમીત જગદિશભાઇ ઉકેડીયા

(૨) કિરણ મનુભાઇ સુરેલા

(૩) દિક્ષિત ઉર્ફે કાનો રાયધનભાઇ સુરેલા રહે. ત્રણેય ગોલાસણ તા. હળવદ (૪) આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધણોજા રહે. માટેલ તા. વાંકાનેર

(૫) વિશાલ ભીમજીભાઇ આતરેસા રહે. મુળ ગાંધીધામ હાલ કાલીકા પ્લોટ, મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW