શ્રી ધરમપુર પ્રાથમીક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાખરાળા તથા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનાં સહયોગથી તમાકુ વ્યસન અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમાં પર વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રથમ,દ્રીતીય અને ત્રુતીય વિજેતાઓને વિષેશ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય પોલાભાઇ ખાંભરા તેમજ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ પ્રા.આ. કેંદ્રનાં ખાખરાળાનાં સુપરવાઇઝર સુરેશભાઇ જાવીયા દ્વારા બાળકોને તમાકુથી થતા ગેરફાયદા અને નુકસાન વિશે સમજણ આપવામાં આવેલ. તેમજ તમાકુનાં વ્યસનથી પોતાને, કુંટુબ અને સમાજને મુક્ત રાખવા માટે અપીલ કરેલ.
તેમજ પેટા આરોગ્ય કેંદ્ર ધરમપુરનાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર છાયાબેન નિમાવત, આરોગ્ય કાર્યકર પ્રકાશભાઇ મકવાણા અને આશા દક્ષાબેન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ.
તથા પ્રકાશભાઇ મકવાણા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાયતી પગલાં બાબતે આરોગ્ય શિક્ષણ આપેલ.