મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ મોરબી ડીવીજન પી .એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પો.હેડકોન્સ મહીપાલસિંહ વાળા તથા પો.કોન્સ રામદેવસિંહ જાડેજાને ખાનગીરાહે હકિકત મળેલ કે જુનેદભાઇ તૈયબભાઇ પુંજાણી રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ વાળો પોતાના રહેણાંક મકાનમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનું વેચાણ કરેછે . જેથી હકિકત આધારે મોરબી સીટી એ ડીવી પોસ્ટે ના પો.ઇન્સ એચ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવેલ નહી તેમજ તેના રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ -૩૨ કિ.રૂ .૨૬૮૪૦ / – નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
આરોપી – ( ૧ ) જુનેદભાઇ તૈયબભાઇ પુંજાણી રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ કબ્જે કરેલ મુદામાલ – ( ૧ ) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ -૨૦ કિ.રૂ .૧૭,૦૦૦ ( ૨ ) સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કી બોટલો નંગ -૧૨ કિ.રૂ .૯૮૪૦ / – મળી કુલ બોટલ નંગ -૩૨ કુલ કિ.રૂ .૨૬૮૪૦ / -મુદામાલ કબ્જે કરેલ છે .
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા કિશોરદાન ગઢવી તથા પો.હેડકોન્સ એમ.એમ.દેગામડીયા તથા કિશોરભાઇ મિયાત્રા તથા એ.પી.જાડેજા તથા મહીપાલસિંહ વાળા તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા રામદેવસિંહ જાડેજા તથા રાજુભાઇ રમેશચંદ્ર દ્વારા ઉપરોક્ત કમરિગી કરેલ છે .