મોરબીની અણીયારી ચોકડી પાસે આવેલ સિલ્વર હોટલની બાજુમાં જીસીબીને પાર્ક કરીને મૂક્યું હતું જે જીસીબીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૩૦ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ (૫૫)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકામાં આવતી અણીયારી ચોકડી પાસે સિલ્વર હોટલની બાજુમાં તેણે પોતાની માલિકીનું જીસીબી નંબર જીજે ૧૨ સીએમ ૫૨૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું જીસીબી કોઈ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે