Sunday, January 12, 2025

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ધાર્મિક જગ્યાએ 5000 દિવાલ ઘડિયાળનું વિતરણ કરશે

Advertisement

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મંદિર સફાઈ અભિયાન ઝુંબેશ સફાઈ સાધન વિતરણ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ધાર્મિક જગ્યાએ 5000 દિવાલ ઘડિયાળ વિતરણ
મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા 500 વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે 5,000 જેટલી ઘડિયાળો તમામ મંદિરો, ધર્મસ્થાનોમાં ભેટ કરશે.

તા.18-01-2024
પ્રવાસ કાર્યક્રમ

સવારે 10:00 – જેતપર(મ.), રામજી મંદિર
સવારે 11:25 – ખાખરેચી, જડેશ્વર મહાદેવ મંદિર
બપોરે 01:00 – મોટા દહિસર, રામજી મંદિર
સાંજે 04:00 – મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે
સાંજે 05:00 – રામજી મંદિર, ભડિયાદ
સાંજે 06:00 – ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર

તમામ જિલ્લા પંચાયત બેઠકના મુખ્ય ગામ પર આયોજીત સમારોહમાં જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચ તથા તમામ કાર્યકરોએ પ્રવાસમાં સાથે જોડાસે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW