Thursday, January 23, 2025

કેરાળા ( હરીપર ) ગામે , રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

Advertisement

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્વારા પ્રોહી . / જુગારની બદી સદંતર નેસ્ત – નાબુદ કરવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ એ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ પ્રોહી જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ . દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા પંકજભા ગુઢડા ને સંયુકત રાહે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.સ.ઇ. વી.જી.જેઠવા ને સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના કેરાળા ( હરીપર ) ગામે , હમીરભાઇ જેસંગભાઇ નારેજાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રેઇડ કરવા સુચના કરતા હકીકતવાળી જગ્યાએ જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા સાત ઇસમોને રોકડ રૂ .૪૫,૩૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી . કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . –

1. હમીરભાઇ જેસંગભાઇ નારેજા / સંધી ઉ.વ .૬૩ , રહે . કેરાળા ( હરીપર ) તા.જી.મોરબી . 2. પ્રાણજીવનભાઇ તળશીભાઇ વિલપરા પટેલ ઉ.વ .૬૩ , રહે . સરદાર સોસાયટી , રવાપર , તા.જી.મોરબી . 3. અંબારામભાઇ નાનજીભાઇ વિડજા પટેલ ઉ.વ .૬૫ , રહે . સરદાર પટેલ સોસાયટી , રવાપર , તા.જી.મોરબી . 4. મગનભાઇ દેવજીભાઇ જશાપરા પટેલ ઉ.વ .૬૦ , રહે . બોનીપાર્ક -૬૦૧ , રવાપર રોડ , તા.જી.મોરબી . 5. બચુભાઇ ગોવિંદભાઇ વાઘડીયા / પટેલ ઉ.વ .૭૨ , રહે . ભક્તિનગર નાની વાવડી , તા.જી.મોરબી . 6. ગોરધનભાઇ ચકુભાઇ કાચરોલા પટેલ ઉ.વ .૬૫ , રહે , પ્રભુકૃપા સોસાયટી , મોરબી -૦૨ . 7. સુરેશભાઇ કાનજીભાઇ કાવર / પટેલ ઉ.વ .૪૨ , રહે . રામસેતુ સોસાયટી , ઘુનડા રોડ , તા.જી.મોરબી . – કબ્જે કરેલ મુદ્દામાલ : – રોકડ રૂ .૪૫,૩૨૦ /

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ : – પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા નાયબ પોલીસ અધિક્ષક કચેરી મોરબી વિભાગના પો.હેડ કોન્સ . રઘુવિરસિંહ પરમાર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ . જયસુખભાઇ વસીયાણી તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ . દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા દેવશીભાઇ મોરી નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW