અયોધ્યા ખાતે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગામે ગામ ધજા પતાકા અને રોશની જલહળી રહ્યા છે ત્યારે મોરબી નું ટીંબડી ગામ માં રામ મય નું વાતાવરણ ઊભું થયેલ છે ગામ આખાને ધજા પતાકાથી શણગારવામાં આવેલ છે અને રોશની ઘર ઘર જલહળી રહ્યા છે સમગ્ર ગામ શ્રીરામના નાદ અને જય શ્રી રામ થી ગુંજી ઉઠ્યું છે સમગ્ર ગ્રામજનો માં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો થનગનાટ જોવા મળે છે. મહાઆરતી રામ મંદિરે બપોરના 12:20: કલાકે થશે તો સવાર થી ભજન મંડળીઓ રામ ધૂન ની જમાવટ કરી રહી છે તો આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા સમસ્ત ટીંબડી ગ્રામજનો એ તન મન ધન થી જહેમત ઉઠાવેલ છે