Thursday, January 23, 2025

મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી ના બનાવમાં એક શખ્સ ની અટકાયત

Advertisement

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી કોઈ અજાણ્યો ચોર ઇસમ કરી ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી એક શખ્સની અટક કરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સરદારબાગ પાછળ શીવમ હાઇટસ બ્લોક નં -૫ માં રહેતા દિનેશભાઇ મોતીલાલ ભોજાણી (ઉ.વ.૭૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૨-૨૦૨૨ થી ૨૮-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમએ આ કામના ફરીયાદીના મહાકાળી માતાજીના મંદીરના દરવાજાના તાળા તોડી મંદીરમા માતાજીની મુર્તી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર કિ.રૂ. ૧,૩૨૦૦૦/- તથા ચાંદીના નાના મોટા આઠ છતર કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કી રૂ.૧,૪૦૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હવાની દિનેશભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી દિનેશભાઇ પુંજાભાઈ ટુંડીયાની અટક કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW