Monday, May 19, 2025

એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના ASI રામભાઈ મંઢ, જયવંતસિંહ ગોહીલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકીશન ગુજર રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળો હાલે મધ્ય પ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી ખાતે આવેલ જયેશ કોટનમીલમાં ટ્રક ટ્રેઇલર લઇ માલ ભરવા આવેલ હોવાની ચોકકસ હકિકત હકિકત મળતા જે હકિકત આધારે એ.એસ.આઇ. રામભાઇ મંઢ સાથે પોલીસ ટીમ બનાવી મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ અર્થે મોકલતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ સ/ઓ હરીકીશન હજારીલાલ ગુજર ઉ.વ. ૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. માતાજી કા ખેડા જવાસીયા ગામ તા.ગંગસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી હળવદ પો.સ્ટે. ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પો.સ્ટે.ને સોંપેલ

> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW