Friday, January 10, 2025

મોરબીની બિલિયા શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ યોજાયો

Advertisement

શાળાના સો વર્ષ થવાના સંભારણા રૂપે ગામના યુવાનોએ સો બોટલ રક્ત એકત્ર કર્યું

ગામના પ્રથમ હયાત વિદ્યાર્થી શતાયુ ધરમશીબાપા તેમજ પૂર્વ શિક્ષકો અને દાતાઓનું સન્માન કરાયું

*શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ધનજીભાઈ કાવર તરફથી હાઈજિન કીટ અર્પણ કરાઈ*

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ,શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના 4.00 વાગ્યાથી રાત્રીના 11.00 વાગ્યા સુધી ઋણાનુંબંધ મહોત્સવ યોજાઈ ગયો.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના 3000 જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન હાથ ધરાયુ હતું આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોનું, તેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરાયું હતું આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું. ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ,રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન ચતુરભાઈ કાવરે કર્યું હતું. આ કાર્યક્રમમાં નકલંકધામ બગથળાના સંત દામજી ભગત અને કબીરધામના સંત મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી સાહેબ આશિર્વચન પાઠવતા જણાવ્યું કે જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે,જીવનમાં શિક્ષકનું ગુરૂનું ખુબજ મહત્વ છે,શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે.બંને સંતોએ શાળા અને સમસ્ત ગ્રામજનોને ઋણાનુબંધ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.વધુમાં શિવરામદાસજીએ શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા અને તમામ શિક્ષકોને આવો સુંદર વિચાર આવ્યો અને અમલમાં મુક્યો એ બદલ અભિનંદન પાઠવ્યા તો આ કાર્યક્રમનો લાભ સમસ્ત બિલિયાવાસીઓ તેમજ બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકોએ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોસિયલ ગ્રુપના કાર્યકર્તાઓએ તન,મન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાંણદિયા અને ગૌતમભાઈ ગોધવીયાએ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW