‘ *આના* *જારવી* ‘ એ પોતાની પહેલી મિત્ર એટલે કે માં માટે 1908 ની આસપાસ મધર્સ ડે ની શરૂઆત કરી પછીથી કાયદાકીય રીતે 1914 ની આસપાસ મધર્સ ડે ની રજા સાથે ઘોષણા થઈ.
માં એ દીકરીની માત્ર માં જ નહીં, પરંતુ તેની પહેલી મિત્ર હોય છે. જે હંમેશા દીકરીને સંસ્કારની સાથે મહત્વકાંક્ષી બનાવે છે. હંમેશા તે દીકરીના ચહેરાના હાવ -ભાવ પરથી સમજી જાય છે કે તેની દીકરી કઈ પ્રોબ્લેમમાં છે અને તેને એક જાદુગરની જેમ ચમત્કાર કરીને તે પ્રોબ્લેમ ને ઉકેલી નાખે છે.
દીકરીને પોતાની કોખમા નવ મહિના રાખે છે .જ્યારે એ દીકરી બહાર આવે છે, ત્યારે તેની માં જ તેની પહેલી મિત્ર ,ગુરુ અને પ્રેરણા હોય છે .માં પણ બેખૂદી પોતાનો રોલ જીવનના અંત સુધી પૂરો કરે છે . માં માટે તેની દીકરી હંમેશા માટે નાની જ રહે છે અને દીકરી માટે તેની માં હંમેશા માટે પહેલી મિત્ર રહે છે . દીકરી હંમેશા વધુ પ્રેમ તેના પપ્પાને જ કરતી હોય છે, પરંતુ જ્યારે કંઈ પણ વસ્તુમાં અટવાય છે કે સલાહ- સુચન જોઈએ છે ,હિંમત જોઈએ છે, ત્યારે તે તેની પહેલી મિત્ર માં પાસે જ આવશે .માં પોતાના સપનાઓનું બલિદાન કરી તેની દીકરીના સપના પૂરા કરશે.
દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ ઘણા બધા તે મિત્રો બનાવશે, બહારે જશે ,પાર્ટી કરશે ,પરંતુ જિંદગીના કોયડામાં તેની પહેલી મિત્ર હંમેશા માં જ રહેશે એટલે જ કહેવાય છે કે એક દીકરીની વ્યથા કે ખુશી તેની મિત્ર માં તેની આંખથી જાણી લેશે .માં એવી મિત્ર છે કે જ્યાં શબ્દોની વહેંચણી હોતી નથી, પરંતુ આંસુઓ અને લાગણીઓની વહેંચણી થી સંબંધ બને છે.
“માં એ દીકરીની એવી પહેલી મિત્ર છે કે જેનું કોઈ *રિપ્લેસમેન્ટ* *નથી.”
“જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ…..”
*હેપ્પી* *મધર્સ* *ડે*
લેખિકા — *મિતલ* *બગથરીયા*


