મોરબી જિલ્લામાં આગાહીની અસર વર્તાઈ આંધી બાદ કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ ખાબક્યો
મોરબી જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સમયે સમગ્ર મોરબી જિલ્લામાં આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો તો જિલ્લામાં ઠેરઠેર વરસાદી માહોલ સર્જાતા વરસાદ પડયો હતો જેમાં મોરબી જેતપર રોડ પર તોફાની પવન સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેમજ અનેક જગ્યાએ હોર્ડિગ ધરાશાયી થયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર મોરબી જિલ્લા ઉપર વરસાદી માહોલ સર્જાતા ગરમીમાં શેકાતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી


