મોરબી વીસીપરા રોહીદાસપરા વંડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા રોહીદાસપરા વંડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવીંદભાઇ ચૌહાણ રહે.મોરબી રોહીદાસપરા રાધાક્રુષ્ણ મંદીર પાસે બાલમંદીર સામે., મનીષભાઇ લક્ષમણભાઇ વાઘેલા રહે. મોરબી વીસીપરા ભીમરાવ નગર આંબેડકર સ્કુલની બાજુમા, જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મકવાણા રહે.મોરબી રોહીદાસપરા મેઇનરોડ મહેન્દ્રપાનની બાજુમા, આસીફભાઇ યુનુશભાઇ સુમરા રહે.મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામ સોસા.ની પાછળ, ગૌતમભાઇ ઉર્ફે ગવો દલપતભાઇ ચૌહાણ રહે. મોરબી રોહીદાસપરા ભીમરાવનગર, હાસમ ઉર્ફે રાજા જુમાભાઇ સુમરા રહે.મોરબી વિજયનગર શેરી નં-૧, શબીરભાઇ કાસમભાઇ સુમરા રહે. વીસીપરા મદીના સોસાયટી અનવરભાઇ ચક્કીની બાજુમા મોરબી વાળા નેં રોકડ રકમ રૂ.૧૩૨૩૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.