26 વર્ષ થી નાસતો ફરતો ઈનામી આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને સોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન ASI ચંદ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોસ્ટે ફ.ગુ.ર.નં.૪૮/૧૯૯૯ આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂ રહે. માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહેતો હોવાની ચોકકસ હકીકત મળતા પોલીસ સ્ટાફ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા સ/ઓ ફકરૂભાઇ વાખલા ઉ.વ.૬૫ રહે.માલ ફળીયા માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો મળી આવતા મજકુરને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

તેમજ મજકુર આરોપી દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૧/૧૯૯૮ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ વિ. ના કામે નાસતો ફરતો હોય પકડવા ઉપર બાકી હોય આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

આમ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં રોકડ રૂ.૧૦,૦૦૦/-ના ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW