સ્ત્રી એટલે અદભુત સૌંદર્ય ધરાવતું વ્યક્તિત્વ .લાગણીઓથી તરબોળ ,પ્રેમની હૂંફ ,માયા રાખતું હૃદય ,સમયનું પરફેક્ટ મેનેજમેન્ટ, એક શિક્ષક ,એક ડોક્ટર એક નાણાકીય મંત્રી વગેરે વગેરે રોલ નિભાવે છે ,પરંતુ સાથે જલન, ઈર્ષા, નિંદા જેવા નકારાત્મક ગુણો પણ ધરાવે છે .ક્યારેક સ્ત્રી પોતાના નકારાત્મક ગુણો પર અંકુશ નથી રાખી શકતી અને તેને વર્તનમાં લઈ આવી સંબંધ બગાડે છે. એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે અનેક સંબંધોથી જોડાઈ છે એક માં -દીકરી, દેરાણી -જેઠાણી, નણંદ- ભાભી, બહેન- બહેન, સખી -સખી ,સહકર્મચારી વગેરે પરંતુ ,જોવા જઈએ તો માં -દીકરી સિવાયના બાકીના સંબંધોમાં સ્ત્રીઓ ઈર્ષા અને જલન રાખી નિંદા કરી માનસિક શાંતિ હણે છે, પોતાની અને બીજાની પણ અને સાથે સંબંધ પણ બગાડે છે.
સ્ત્રી ક્યાંક ને ક્યાંક અ સુરક્ષા અને અસલામતીનો ભય અનુભવતી હોય છે. આથી તે હંમેશા પોતાનું સ્થાન ગુમાવી દેશે તો ?હાથમાંથી જતું રહેશે તો? બીજાને વધારે મળી જશે તો ?વગેરે વગેરે વિચારોથી તે બીજી સ્ત્રીની પુરક બનવાને બદલે વિરોધી બની જાય છે. હંમેશા પોતાનું ધાર્યું થાય તેઓ હઠાગ્ર રાખનારી સ્ત્રીનું ક્યાંય વર્ચસ્વ રહેતું નથી.
જો એક સ્ત્રી બીજી સ્ત્રીની પુરક બનીને રહે કામ કરે એકબીજાના સાથ આપે તો કેટલાય ઘર તૂટતા બચી જશે. સૌથી વધારે શાંતિ પુરુષના જીવનમાં થઈ જાય. હંમેશા બે સ્ત્રી વચ્ચે પીસાતો પુરુષ થાકી જાય છે .કાર્ય સ્થળ પર બે સ્ત્રી બે સ્ત્રી સકર્મચારી વચ્ચે પુરુષ થાકી જાય છે.
હા ,એવું પણ નથી કે ,બધી સ્ત્રી એકબીજાની દુશ્મન જ હોય ઘણી બધી સ્ત્રી સાથે મળીને ઘરની પ્રગતિમાં આગળ હોય છે. દેશના વિકાસમાં પણ અસંખ્ય સ્ત્રીઓ નો ફાળો હોય છે. જો સ્ત્રી એક સાથે મળીને ચાલે તો પછી ઘણી નકામી સમસ્યાઓનો ઉકેલ આવી જશે .સ્ત્રી એ બીજી સ્ત્રીનો વિરોધ ન કરતા એકબીજાના વિચારો અલગ છે એમ માની મતભેદને મનભેદ સુધી ન લઈ જતા સ્ત્રી પોતાના જીવનને માણી શકે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીની વિરોધી કે દુશ્મન નથી, પરંતુ પુરક છે દરેકનું સ્થાન દરેક જગ્યાએ અલગ -અલગ રીત થી એનું મહત્વ છે સાથે વર્ચસ્વ પણ છે. કોઈને આવવાથી કોઈનું સ્થાન છીનવાઈ જતું નથી એવો ભય મૂકી દે ત્યારથી સ્ત્રી ડિપ્રેશન થી પીડાતી બંધ થઈ જશે.
” સ્ત્રીઓનું વ્યક્તિત્વ પુરુષો માટે આકર્ષણ હોય છે ,પરંતુ સ્ત્રીઓની સમજણ અને શાંત સ્વભાવ પુરુષો માટે આશીર્વાદ સમાન હોય છે”
લેખિકા- મિતલ બગથરીયા