Monday, May 19, 2025

બી.એસ.એન.એલ કર્મચારોઓના મેડીકલ સારવારના કોંટ્રાકટ અપાવવાના બહાને છેતરપિંડી કરે તે પહેલાં SOG ઝડપી લીધાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: બી.એસ.એન.એલ કર્મચારોઓના મેડીકલ સારવારના કોંટ્રાકટ અપાવવાના બહાને ખોટા ટેંડર બનાવી, ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ડોક્ટોરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરે તે પહેલા આરોપીઓને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના કરેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ને તા.૦૪/૦૧/ ૨૦૨૩ ના રોજ અરજી મળેલ કે, ડોક્ટરોને બી.એસ.એન.એલ.ના એમ્પ્લોઇના મેડીકલ સારવારના કોંટ્રાકટના એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજીમાં પોતાને કમીશન આપવા પ્રલોભન આપી બી.એસ.એન.એલ.રાજકોટના નામે ખોટા લેટર પેડ પર ખોટા ટેંડર બનાવી અને તેમા ખોટો રબ્બર સ્ટેમ્પ કરી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી, ડોકટરો પાસેથી લાખો રૂપીયા પાડવા માટેની અરજી મળતા જે અરજીના કામે એસ.ઓ.જી.ટીમ પ્રયત્નીશીલ હોય
તે દરમ્યાન તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ ફરીયાદી બી.એસ.એન. એલ.ના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર સાથે ડો.ધર્મેદ્રસિંહ ઝાલાની રોયલ કેર હોસ્પીટલ વાંકાનેર ખાતે ત્રણેય ઇસમોને છટકુ ગોઠવી ડોકટરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરી રૂપીયા પડાવી લે તે પહેલા આરોપીઓને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) રમેશ રામસુભાગ પ્રજાપતી ઉ.વ.૫૦ રહે.રામ લક્ષમણ ગામ તા.રૂદ્રપુર જી.દેવરીયા (યુ.પી.)
(૨) સુીલ દેવીદયાલ નામદેવ ઉ.વ.૨૪ રહે.વોર્ડ નં-૮૫ લાલારામ ચોકી સામે કલ્યાસોત પૂલ પાસે સમરધા ગામ હોશંગાબાદ રોડ પોસ્ટ હુઝુર ભોપાલ મધ્યપ્રદેશ
(૩) સલમાન નબીમહમદ કુરેશી ઉ.વ.૨૩ રહે,ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે જી.ભોપાલ મધ્યપ્રદેશ.
આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દમાલ – -બનાવટી દસ્તાવેજ બી.એસ.એન.એલ. એલોટમેન્ટ લેટરો નગ-૩,- આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઇલ નંગ-૬ કી.રૂ.૧૬૫૦૦/-, રોકડા રૂપીયા- ૯૦૦૦/-, – જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ, – ડમી ચુટણી કાર્ડ તથા બેંકના કાર્ડ નંગ-ર થેલો નંગ-૧ પાકીટ નંગ-૧ મળી કુલ રૂપીયા ૨૫,૫૦૦/-

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW