Thursday, January 23, 2025

મોરબી પાલિકાના સફાઈ કર્મચારીઓ સુરક્ષા માટે સેફ્ટી સાધન-સામગ્રી આપવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા બાબુભાઈ પરમાર

Advertisement

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, પાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ અને બહેનો દિવસ-રાત સફાઈ કામદાર તરીકે સફાઈની કામગીરી કરે છે. તેઓની સલામતી અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેઓને હાથના મોજા અને પગ માટે બુટ આપવા જોઈએ તેમજ વોર્ડ૧ થી૧૩ના આગેવાનો સાથે મીટીંગ કરીને સફાઈ કામદારો સાથે યોગ્ય વર્તન કરીને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ અને મોરબી પાલિકાની અંદર આવેલ બિલ્ડિંગ ઉપરનું બોર્ડ વૃક્ષોને કારણે દેખાતું ન હોય બોર્ડ દેખાય તે રીતે લગાવવું જોઈએ તેવી રજૂઆત કરેલ છે અને પાલિકા કચેરીમાં આવેલ ડો. બાબાસાહેબ આંબોડકરના સ્ટેચ્યૂની સમયાંતરે સફાઈ જળવાઈ રહે તે મુજબની કાર્યવાહી કરવા લાગણી વ્યક્ત કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW