માળીયા કચ્છ હળવદ મોરબી સહીતના વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી ૩૦ ભેંસો ચોરી કર્યાનો જુનો ભેદ ઉકેલાયો
મોરબી માળીયામિંયાણા હળવદ કચ્છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પશુઓની ચોરી કરીને વેચી મારતી ટોળકીને માળીયામિંયાણા પોલીસે ઝડપીને પકડાયેલા ત્રણ શખ્સો પાસેથી ૩૦ જેટલી ભેંસોનો ચોરીનો ભેદ ઉકેલી કયાથી ચોરી? કરીને કયા વેચતા? કઈ રીતે ભેંસોને ચોરી કરવાની રેકી કર્યાનો ભેદ ઓકાવી માળિયા પોલીસે ભેંસ ચોરીના જુના ભેદભરમ ઉકેલી નાખ્યા હતા જાણવા મળતી વિગત મુજબ માળીયામિંયાણા પોલીસ સ્ટેશનના ભેંસ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ચોરીમાં ગયેલ ભેંસ ૦૨ જે ભેંસ ચોરને પકડી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ આધારે એક શંકાસ્પદ બોલેરો કાર રજી નંબર GJ-36- V-7225 વાળીમાં ભેંસ ભરેલ નીકળતા જોવામાં આવતા આ કામેની તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ. રણજીતસિંહ ગઢવી સહીતની ટીમે પોતાના મોબાઇલ ફોનમાં પોકેકોપથી સદરહું કારના નંબર સર્ચ કરતા સદરહું બોલેરો કાર વિજયભાઇ ગેલાભાઇ ભરવાડ રહે.ચુંપણી તા.હળવદ વાળાના નામે રજીસ્ટર હોય જેથી સદરહું બોલેરો કાર બાબતે ચુંપણી ગામે જઇ તપાસ કરતા સદરહું કાર રાહુલભાઇ બાવાજીની વાડીએ પડેલ હોવાની હકીકત મળતા સદરહું જગ્યાએ જઇ જોતા શંકાસ્પદ બોલેરો કાર તથા ભેંસ ૦૨ જેમાં રાહુલભાઇ અંબારામભાઇ બાવાજી હાજર મળી આવતા બોલેરો કાર સાથે ભેંસ ૦૨ને માળીયામીંયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી ભેંસો અંગે ખરાઇ કરતા આ કામે ચોરીમાં ગયેલ ભેંસો હોવાનુ જણાઈ આવતા મળી આવેલ ભેંસ ૦૨ કિં.રૂ.૧,૪૦,૦૦૦ તથા બોલેરો કાર રજી.નં. GJ-36-V-7225 કિં.રૂ.૬,૦૦,૦૦૦ ગણી તપાસના કામે કબ્જે કરેલ છે તેમજ સદરહું ગુન્હામાં સંડોવાયેલ કુલ-૦૩ ઇસમોને ઉપરોકત ગુન્હાના કામે અટક કરેલ છે અને આ કામેની તપાસ પોલીસ હેડ કોન્સ. રણજીતસિંહ યુ. ગઢવી ચલાવી રહેલ છે ભેંસ ચોરીમાં હાલ પકડાયેલા રાહુલભાઇ અંબારામભાઇ માર્ગી બાવાજી ઉ.વ.૧૯ રહે.ચુંપણી, તા.હળવદ, જી.મોરબી હબીબભાઇ મુસાભાઇ મોવર/મિયાણા ઉ.વ.૨૦, રહે.માળીયા તા.માળીયા મીં જી.મોરબી અને તાજમહમદ ઇબ્રાહિમભાઇ મોવર/મિયાણા ઉ.વ.૩૦ રહે.માળીયા, તા.માળીયા મીં જી.મોરબી તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ગોપાલભાઇ ગેલાભાઇ સેફાત્રા ભરવાડ રહે. ચુંપણી, તા.હળવદ, જી.મોરબીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓ સાથે એક મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-36-V-7225 કિં.રૂ.૬,૦૦,૦૦૦ તથા ભેંસ (જીવ) નંગ-૦૨ કિં.રૂ.૧,૪૦,૦૦૦ કબજે કરેલ છે સમગ્ર ભેંસ ચોરીમાં પકડાયેલા ત્રણ શખ્સોમાં માસ્ટર માઇન્ડ હબીબભાઈ મોવર અને તાજમામદ મોવર પ્રથમ સાઈકલ દ્વારા રેકી કરી પરફેક્ટ લોકેશન આપી બોલેરો લઈને ગોપાલ ભરવાડ અને રાહુલ બાવાજી બોલેરો ગાડી લઈને નક્કી કરેલા સ્થળ ઉપર પહોંચી ચારેય ભેગા મળીને ભેંસોને ગાડીમાં ચડાવી ભેંસ ચોરીના ગુન્હાને અંજામ આપી ભેંસોને પોતાના ફાયદા માટે વેચી મારવાના કારસ્તાનનો માળીયા પોલીસે પર્દાફાશ કરીને ભેંસ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ભેંસ ચોરીની ગુનાહીત પ્રવૃત્તિઓ કરતી ટોળકીએ કયા કયાથી ચોરીને અંજામ આપ્યો જેનો ગુનાહીત ઈતિહાસમાં આજથી આશરે બે મહિના પહેલા માળીયા તાલુકાના અર્જીયાસર ખારી વિસ્તારમાં જંગલમાં ચરતી ભેંસ ૦૫ તથા પાડો ૦૧ ની ચોરી કરેલ છે તેમજ આઠેક દિવસ પછી માળીયા નદીમાંથી ભેંસ ૦૧ તથા પાડો ૦૧ ની ચોરી કરેલ છે કચ્છ જિલ્લામાંથી છ-સાત દિવસ પછી કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયાની સીમ કટારીયા રોડ ઉપર વાડીમાં બાંધેલ ભેંસ ૦૩ ની ચોરી કરેલ જે બાબતે લાકડીયા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૧૨૪ ૦૧૬૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે બાદ ચાર-પાંચ દિવસ પછી વર્ષામેડી ગામના જંગલમાં ચરતી ભેંસ ૦૨ ની ચોરી કરેલ છે ત્યારબાદ ટોળકીએ હળવદ પંથકમાં તરખાટ મચાવતા ટીકર ગામની આજુબાજુમાં પુલ પાસે રાત્રીના સમયે ઢોરનુ ધણ ચરતુ તેમાંથી ભેંસ ૦૩ ની ચોરી કરેલ છે કાળાઢોરા ગામના જંગલમાં ચરતી ભેંસ ૦૨ તથા પાડો ૦૧ ની ચોરી કરેલ તેમજ ખાખરાળા ગામે એક રહેણાંક મકાનમાં બાંધેલ ભેંગ ૦૨ છોડી થોડે સુધી ચલાવી બોલેરોમાં ભરી ચોરી કરેલ છે આજથી પંદરેક દિવસ પહેલા બગસરા ગામે રોડ ઉપર બાંધેલ પાડો ૦૧ તથા પાડી ૦૧ છોડાવી બોલેરો કારમાં ભરી ચોરી કરેલ છે સમગ્ર ભેંસ ચોરીના ભેદ ઉકેલવાની કામગીરીમાં માળીયા પીએસઆઇ એન.એમ.ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઉમેદસંગ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ ધીરુભા પરમાર ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર રાયમલભાઈ નાનજીભાઈ શિયાળ અને વિજય મોહનભાઈ જાદવ સહીતનાઓએ ભેંસનો ભેદભરવ વાળો ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો