Tuesday, May 20, 2025

માળીયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલા હોવાથી આરોગ્ય સ્ટાફે સમય સૂચકતા વાપરી સગર્ભા મહિલાને સરવડ આરોગ્ય કેન્દ્ર પહોંચાડાયા

Advertisement
Advertisement
Advertisement

*મોરબીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ*
૦૦૦૦૦૦

હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા પૂર્વ આયોજન અન્વયે સગર્ભા મહિલાઓની ખાર સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રે ૧૨:૨૦ કલાકે આરોગ્ય સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

માળિયા વાડી વિસ્તારમાં રહેતા સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને સી.એચ.સી.માળિયાના બિલ્ડિંગમાં આશરે ૨ ફુટ જેટલું પાણી ભરાયું હોવાથી પુર ના પાણી વચ્ચે થી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં સગર્ભા બેનને રાતે ૧૧.૩૦ વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આશાબહેન દ્વારા સરવડ આરોગ્ય કેન્દ્રમાં લઈ આવી દાખલ કરવામાં આવ્યા હતા. જે સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય સરવડ ખાતે ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૨:૨૦ વાગ્યે આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૨.૮ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW