મોરબીના નીતીનગરમા યુવતીએ ઓનલાઇન સાડી મંગાવેલ હોય જે પાર્સલ માટે અજાણ્યા ઈસમે યુવતીને પાર્સલ મળી જાય તે સારું વિશ્વાસમા લઈ યુવતીના વોટસપમા લીંક મોકલી યુવતીએ લીંક ઓપન કરતા યુવતીના બેન્ક એકાઉન્ટમાંથી રોકડ રૂ.૫૬૬૨૫ યુવતીની જાણ બહાર ઉપાડી લઈ ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર યુવતીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીતીનીનગર પ્લોટ નં -૬૫ મકાન નં -૧૫૦૨ માં રહેતા તૃપ્તિબેન સુરેશભાઈ ગોહીલ (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ ઓનલાઇન સાડી મંગાવેલ હોય જે પાર્સલ માટે અજાણ્યા આરોપીએ ફરીયાદીને પાર્સલ મળી જાય તે સારૂ વિશ્વાસમા લઇ ફરીયાદીના વોટસઅપમા લીંક મોકલતા ફરીયાદીએ લીંક ઓપન કરતા ફરીયાદીના એસ.બી.આઇ ના ખાતામાથી રોકડ રૂ.૫૬૬૨૫/- ફરીયાદીની જાણ બહાર ઉપાડી મેળવી લીધા હોવાની ભોગ બનનાર તૃપ્તિબેને અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૪૨૦ આઇ.ટી એકટ.૬૬(સી),૬૬(ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.