(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કચ્છ મોરબી હાઇવે ખીરઈ પાસે મચ્છુ ડેમના ૩૦ દરવાજા ખોલ્યા બાદ જેના ધસમસતા પાણી કચ્છ હાઈવે ઉપર ફરી વળતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન અને હાઈવે ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે હાઈવે બંધનો નિર્ણય લઈને કચ્છ હાઈવે બંધ કરાયો હતો જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને કચ્છથી આવતા નાના મોટા વાહનોને રાધનપુર તરફ ડાઇવર્ટ કરવામાં આવેલ તેમજ લોકોને ધીરજથી અને સાવચેતી રાખી વાહન ચલાવવા સુચના આપવામાં આવી અને હાઈવે ઉપર અટવાયેલા ટ્રક ડ્રાઈવરોને મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે ચોતરફ પાણીથી વાતાવરણ ઠંડુગાર બની જતા ઠુઠવાતા ડ્રાઈવરોને ચા પાણીની વ્યવસ્થા કરીને ઠંડકમાં ચા પીવડાવી ગરમીનો અહેસાસ કરાવી ચા પીવડાવી માનવતાની હુંફ આપી માનવતા મહેકાવી હતી ત્યારે પોલીસ પ્રજાની મિત્ર છે તે કહેવતને મોરબી પોલીસે સાર્થક કરીને દુર દુરથી આવતા ટ્રક ચાલકોને સંકટ સમયે મોરબી પોલીસની કામગીરીને બિરદાવી તેમના વતનમાં આ કાર્યની પ્રશંસા ન કરે તો જ નવાઈ છે