Sunday, March 8, 2026

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ બાદ જિલ્લાની સ્થિતિ પૂર્વવત કરવા બાબતે બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

*મોરબીથી કચ્છ નેશનલ હાઇવે પર બનતી ત્વરાએ તમામ યાતાયાત ફરી શરૂ કરવા મંત્રી ખાસ સૂચના*

જિલ્લાના તમામ સ્થળોએ વીજ પુરવઠો યથાવત કરવા તથા સાફ-સફાઈ બાબતે તાકીદ કરતા મંત્રી

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ હવે જિલ્લાની તમામ કામગીરી અને જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

મોરબી જિલ્લામાં રેડ એલર્ટ બાદ હવે વરસાદે આંશિક વિરામ લીધો છે અને ધીરે ધીરે પરિસ્થિતી થાળે પડી રહી છે. ભારે વરસાદના પગલે મોરબી જિલ્લામાં જનજીવન ખોરવાયું છે, તે પૂર્વવત કરવા માટે અને જિલ્લામાં ભારે વરસાદના પગલે કરવામાં આવેલી કામગીરી તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર કામગીરીના આયોજન અંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી શક્ય તેટલી ઝડપે જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે દવા છંટકાવ, સુપર ક્લોરીનેશન, જીવજંતુઓના વ્યવસ્થાપન સહિતની બાબતો સંદર્ભે સંબંધિત વિભાગોને કામગીરી કરવા સૂચના આપી હતી. મંત્રીશ્રીએ આવતીકાલ સુધીમાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવાની બાબત પર ભાર મૂકી યોગ્ય કામગીરી કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત માર્ગ અને મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગ તથા નગરપાલિકા હસ્તકના તમામ રસ્તાઓના સમારકામ કરવા અને ખાડાઓ પુરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવવા માટે તાકીદ કરી હતી.

ગ્રામ્ય વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઈ તેમજ પાણીના નિકાલ બાબતે પણ મંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી. નગરપાલિકાઓમાં પાણીના નિકાલ તેમજ સાફ-સફાઈ માટે જરૂરી તમામ સાધન સામગ્રી અને માનવશ્રમ અંગે આયોજન કરી આવતી કાલથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું.
ઉપરાંત મંત્રીશ્રીએ ખેતીવાડી અધિકારીને પાક ધોવાણ અને ખેતીમાં થયેલ નુકસાન બાબતે યોગ્ય સર્વે કરી સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સહાય ખેડૂતોને મળે તે માટે સંવેદનાથી કામગીરી કરવા જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW