Saturday, March 15, 2025

મોરબી મચ્છુ ડેમના પાણી મીઠા ઉદ્યોગ ઉપર ફરી વળતા કરોડોનું નુક્સાન

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

માળીયા મીઠા ઉદ્યોગને મોટું નુક્સાન મીઠાના ગંજા ધોવાતા મીઠા ઉદ્યોગ ઉપર આકાશી આફતથી કરોડોનું નુકસાન

હજારો લોકોને રોજગારી પૂરી પાડતા મીઠા ઉદ્યોગ ઉપર મેઘરાજા આફત બની ને તૂટી પડ્યા

મોરબી સહિત રાજ્ય માં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે મોરબી મચ્છુ ડેમ ના દરવાજા ખોલવાની ફરજ પડી જેથી માળીયામિંયાણા રણકાંઠા વિસ્તારમાં મચ્છુ ડેમના ધસમસતા પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગ ઉપર માઠી અસર પહોંચી છે દરીયાઈ પટ્ટીને લગોલગ આવેલા મીઠાના કારખાનામાં મચ્છુ ડેમના ધસમસતા પાણી ઘુસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે મીઠા ઉદ્યોગને મોટું નુક્સાન થવા પામ્યુ છે અને મીઠું પકવતા અગરમાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિથી મીઠાના ગંજા ધોવાતા ભારે નુકસાની ભોગવવી પડી રહી છે અચાનક આવી પડેલી આકાશી આફતથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન થવા પામ્યું છે મીઠા ઉદ્યોગ ઉપર મંદી આવે તેવા સંજોગો સર્જાતા અગરિયાઓ અને ઉદ્યોગકારો ચિંતિંત બન્યા છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW