Friday, January 10, 2025

હળવદના ઢવાણા ગામે નદીના વહેણમાં તણાઈ ગયેલા મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયના ચેક અર્પણ કરાયા

Advertisement

હળવદના ઢવાણા ગામે ટ્રેકટર દ્વારા નદી પાર કરતી વખતે ટ્રોલી પલ્ટી ખાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહમાં ૧૭ લોકો તણાયા હતા જેમાંથી ૯ લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ અને ૮ લાપતા બન્યા હતા ત્યારબાદ લાંબી જહેમત બાદ તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા તમામ લાપતા બનેલા આઠ મૃતદેહોને નદીમાંથી શોધી કાઢ્યા હતા ત્યારબાદ તાત્કાલિક ઢવાણા નદીના પ્રવાહમાં ટ્રોલી દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને રાજ્ય સરકારે ૪ લાખની સહાયની જાહેરાત કરી હતી જેથી આજરોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર સાંસદોની હાજરીમાં મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખની સહાયના ચેક અપાયા હતા જેમાં મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી વલ્લભભાઈ પટેલ શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્ર અને ભાજપના હોદ્દેદારો હાજર રહીને આ દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW