માળીયામિંયાણા મચ્છુ નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધિત જાહેરનામુ હોવા છતા અવરજવર કોની દયાથી? કલેકટરના જાહેરનામાનો ઉલાળીયો!! ધોળા દિવસે વાહનોની અવરજવરે
માળીયામિંયાણા પીપળીયા ચાર રસ્તા સુધીનો માર્ગ મેજર બ્રિજના રિપેરિંગ કામ માટે બંધ કરાયેલા હોય જેનુ જાહેરનામુ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરીને આ હાઈવે ઉપર ભારે વાહનોની પ્રવેશ પ્રતિબંધિત જાહેરનામુ બહાર પાડયું હતું પરંતુ મોરબી જિલ્લા કલેકટરનુ જાહેરનામુ માત્ર કાગળ ઉપર હોય તેમ માળીયા મચ્છુ બ્રિજ ઉપર ભારે વાહનોની બેફામ અવરજવર ચર્ચાનો વિષય બની કલેકટરના જાહેરનામાની ધજજીયા વાહન ચાલકો ઉડાવી રહ્યા છે? હાલ હાઈવે ઉપર મેજર બ્રિજના સમારકામ માટે બંધ કરાયેલા રસ્તા ઉપર ધોળા દિવસે ભારે વાહનો પસાર થતા હોય તો પછી જાહેરનામાનો અર્થ શું? જાહેરનામુ કાગળ ઉપર હોય તેવો તાલ જોવા મળતા મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાનો ઉલાળીયો કરીને રોડ પર આડાસ દુર કરીને વાહનોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે મેજર બ્રિજના સમારકામ માટે લોકોની સલામતી અર્થ બંધ કરાયેલા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવરથી કોઈ દુઘટર્ના બને કે અકસ્માત સર્જાઈ તો જવાબદારી કોની ? કલેકટરનુ જાહેરનામુ હોય કચ્છ તરફ જવા મોરબી તરફથી ભારે વાહનોની અવરજવર કરવી તેવો બોર્ડ લાગ્યા હોવા છતાં તમામ ભારે વાહનો માળીયા થઈને કોના કહેવાથી કોની દયાથી કોની જવાબદારી હેઠળ અહીં ભારે વાહનોની અવરજવર ચાલુ છે ? તે તપાસનો અને ચર્ચાનો વિષય બન્યો છે તેમજ માળીયા તરફથી પીપળીયા ચાર રસ્તા સુધી ભારે વાહનોની અવરજવર ચાલુ હોય તો પીપળીયા ચાર રસ્તા પાસે લગાવેલા પ્રવેશ પ્રતિબંધિતના સાઈન બોર્ડ પાસે કોઈ પોલીસ બંદોબસ્ત છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે કચ્છ તરફથી આવતા વાહનો પાસેથી ખિસ્સા ગરમ કરીને શોર્ટ કટ વાહનોની અવરજવર ચાલુ હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે કલેકટરના જાહેરનામાનો ઉલાળીયો કરીને ધોળા દિવસે પસાર કરાતા વાહનોની અવરજવર મામલે કોના ઉપર જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાશે ?