Wednesday, March 11, 2026

માળીયામિંયાણાના ખાખરેચી ગામે સી.આર.સી કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વેજલપરના બે વિધાર્થીઓ ઝળક્યા

Advertisement
Advertisement
Advertisement

વેજલપર તાલુકા શાળામાં અભ્યાસ કરતા હર્ષ ઝીઝુવાડીયા અને સાંતલપરા મૌલીકે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવી ગામનું ગૌરવ વધાર્યું

માળીયામિંયાણાના ખાખરેચી ગામે સી.આર.સી કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૪-૨૫માં વેજલપરના બે વિધાર્થીઓ ઝળક્યા હતા જાણવા મળતી વિગત મુજબ માળીયામિંયાણાના ખાખરેચી ગામે સી.આર.સી કક્ષાનુ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતુ જેમાં શ્રી વેજલપર તાલુકા શાળાના હોનહાર શિક્ષક ધર્મેન્દ્રભાઈ પારજીયાના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ હર્ષ કાનજીભાઈ ઝીંઝુવાડીયા અને મૌલિક હિતેશભાઈ સાંતલપરાએ ભાગ લીધો હતો જે બંન્ને વિદ્યાર્થીઓએ ૬૦૦ વર્ષ પુરાણું કેલેન્ડર બનાવીને રજૂ કરતા ઉપસ્થિત સૌ ચકચકિત થઈ ગયા હતા આ કેલેન્ડરની ખાસિયત ૬૦૦ વર્ષના કેલેન્ડરમાં તારીખ ઉપરથી વાર કઈ રીતે શોધવો તેની ગણતરી કરતા આ કેલેન્ડર કૃતિની રજુ કરીને સારું પ્રદર્શન કરેલ હતું જેમાં બંને વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવી શાળા પરીવાર અને સમગ્ર વેજલપર ગામનું ગૌરવ વધારીને સી.આર.સી કક્ષાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં છવાઈ ગયા હતા જેના પરથી કહી શકાય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા તે ઉક્તિ મુજબ બાળકને ઉંચાઈ ઉપર લઈ જવા માવતર પછી માસ્તરનો સિંહ ફાળો હોય છે માવતરનુ ઘડતર અને માસ્તરનુ ભણતર બાળકને ઉંચાઈ પર પહોંચવા કાફી હોય છે જેને ઉંચી ઉડાન ભરવા સફળતાના શિખર સર કરવા કોઈ રોકી નથી શકતુ કેમ કે પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ શિક્ષક ગુરૂ જ્ઞાન પીરસે ભણાવવાની રીત બાળકો પ્રત્યે હેત વિધાર્થીઓને શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મહત્વનો‌ ભાગ ભજવે છે જે સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિધાર્થીઓની સફળતા પાછળ શિક્ષક ધમેન્દ્રભાઈ પારજીયાની મહેનતનો મહત્વનો ફાળો રંગ લાવ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ખાખરેચી ગામના આંગણે યોજાયેલા સી.આર.સી કક્ષાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બંને વિધાર્થીઓએ પ્રથમ નંબર મેળવતા વેજલપર તાલુકા શાળાના હોનહાર શિક્ષક ધમેન્દ્રભાઈ પારજીયાની મહેનત રંગ લાવી હોય તેમ‌ બંને વિધાર્થીઓ‌એ શિક્ષકની મહેનત ઉપર ખરા ઉતરીને પ્રથમ નંબર મેળવી શાળા પરીવાર અને સમગ્ર ગામનું ગૌરવ વધારી નામ રોશન‌ કરતા શાળા પરીવારે બંને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં આ બંને વિધાર્થીઓએ સી.આર.સી કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવી ઝળક્યા બાદ મોટીબરાર મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેનુ પરીણામ આગામી સમયમાં જાહેર થશે જેથી શાળાના શિક્ષકોએ તાલુકા કક્ષાએ પણ બંને વિધાર્થીઓ પ્રથમ નંબર મેળવીને વેજલપર શાળાનું ગૌરવ વધારે તેવા અભિનંદન પાઠવી જુસ્સો વધાર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW