મોરબી : ચક્રવાત ન્યૂઝ ના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા સાદગી પૂર્ણ રીતે મહાપ્રસાદ યોજતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા
મોરબીના લોક પ્રશ્નોને સતત વાંચા આપતાં અને સત્ય માટે સત્ય સાથે સતત ના સ્લોગન સાથે ચાલતા ચક્રવાત ન્યુઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી ઉજવણી કરવામાં આવી હતી આ તકે મોરબીના પત્રકાર પાર્થ પટેલ, પત્રકાર ધવલ ત્રિવેદી,અભય પટેલ ના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ હાજર રહ્યા હતા