Friday, January 24, 2025

મોરબીના પીપળી ગામે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી તાલુકા પોલીસ

Advertisement

પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા ની પ્રસંશનીય કામગીરી ગણતરી ના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ગેંગના પાંચ ઇસમોને ઝડપી લીધા

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી પેપરમીલ લગત મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ગેંગના પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીજ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનું સ્વીટીંગ મશીન તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા મશીનને લગાડવાની કાઇ આશરે નંગ-૦૫ ની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા
દરમ્યાન સદર કારખાનામાં કામ કરતા મજુરો બનાવ બાદ હાજર નહીં મળી આવતા મજુરોની ઉંડાણપુર્વક માહિતી મેળવી તથા બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી મેળવેલ ફુટેજ આધારે તથા ટેકનિકલ માધ્યમથી આરોપીઓનો રૂટ ચકાસી સદરહુ વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર તરફ હોવાની હકીકત મળતા રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી તુરત જ એક ટીમ રાજસ્થાન રાજયના ઉદયપુર જવા રવાના કરી ગુન્હો શોધી કાઢવા સુચના કરી બનેલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ઇ.પી કો. કલમ-૩૮૦, ૪૫૭ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ગુન્હો શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરેલ દરમ્યાન ફુટેજમાં મળેલ હકીકત વાળુ આઇશર વાહન રજી.નં. MH- 15-HH-8669 વાળુ કુલ-૦૫ આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથેનુ વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામેથી પકડી પાડી અન-ડીટેકટ ગુન્હો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ કામેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓ:
1. ગણેશ શાંતિલાલ દુભાયે ઉ.વ.૨૩, રહે. ઘોટી, ઇગતપુરી, નાસીક, મહારાષ્ટ્ર
2. ગોવિંદ દિનકર ધાદવડ , ઉ.વ ૧૯, રહે. ઘોટી, ઇગતપુરી, નાસીક, મહારાષ્ટ્ર
૩. બ્રિજેશકુમાર શ્રીરામા રાજપુત , ઉ.વ.૨૦, રહે. પટ્ટી, થાના-ઇન્ગગઢ, તા.તરોબા, જી. કન્નોજ ઉત્તરપ્રદેશ હાલ-રહે. બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી, તા.જી.મોરબી, મુળ
4. રાજકમલ ગંધર્વસિંહ રાજપુત ઉ.વ.૧૯, હાલ-રહે. પટ્ટી, થાના-ઇન્ગરગઢ, તા તરોબા, જી.કન્નોજ, ઉત્તરપ્રદેશ, હાલ રહે. બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી, તા જી.મોરબી,
5. બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ જાતે ઉ.વ.૨૪, રહે. ચાવરપુર, તા.અજીતમલ, જી.ઓરીયા, જી.ઉત્તરપ્રદેશ, હાલ-રહે. બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી, તા.જી.મોરબી,

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW