Wednesday, January 22, 2025

મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

Advertisement

મોરબી,કોઈપણ સંગઠન હોય, કોઈપણ સેવા સહકારી જૂથ મંડળીકે કોઈ પણ રાજકીય પક્ષ હોય દરેકની શક્તિ અને મજબૂતાઈનો આધાર એમની સદસ્ય સંખ્યા પર હોય છે ત્યારે દુનિયાનો સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવા માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઘર ઘર બીજેપી સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા મોરબીના આલાપ પાર્કની મુલાકાત લીધી હતી,ઘરે ઘરે ફરી કાર્યકર્તાઓને મળી ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે યુવાનો,માતાઓ,બહેનો અને વડીલોને અપીલ કરીને સદસ્ય બનાવ્યા હતા, સદસ્યતા અભિયાનમાં સાથ સહકાર આપવા બદલ મનહરભાઈ વરમોરા અને દિપેશભાઈ
ઘોડાસરાનો ઘરે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ રાખવામાં આવેલ હોય એ બંને મહાનુભાવોનો તેમજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી અને આલાપ પાર્કના લોકોનો ખૂબ બહોળી સંખ્યામાં સદસ્ય થવા બદલ બ્રિજેશભાઈ મેરજાએ આભાર પ્રકટ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW