મોરબી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા(ખા)ના સયુંકત ઉપક્રમે ઓ.આર.ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજ ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ .જેમાં કોલેજની કુલ ૫૦ વિધ્યાર્થીનીઓએ ભાગ લીધેલ.વિધ્યાર્થીનીઓ દ્વારા પોતાની આવડત મુજબ વ્યસનની ગંભીર અસરો અંગે સમજ આપતું વક્તવ્ય આપવામાં આવેલ. સ્પર્ધામાં પ્રથમ નંબર કાજલ લખતરીયા , બીજો નંબર બંસી કૈલા તથા ત્રીજો નંબર પ્રિયાંશી ગોપાણી અને ઈરમ સંખેરાએ મેળવ્યો હતો . વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ દ્વારા તમાકુના સેવનથી થતી નુકસાની અંગે તથા વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતાં ગેરફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુમુક્ત અને વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. ચિરાગ ભૂંભરીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષ પટેલ , મ.પ.હે.સુ. ઉમેશ ગોસાઈ , મ.પ.હે.વ વિવેક કલોલા અને ફિ.હે.વ. મીતાબેન ખાંભલા પણ હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અતુલ માકાસણા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ.