Tuesday, January 21, 2025

રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી એ ઝડપી લીધા

Advertisement

ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૬૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ. મોરબી

ગઇ તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી નવા બસ સ્ટેન્ડના ગેઇટ પાસેથી ફરીયાદી જયસુખભાઇ બચુભાઇ લખતરીયા રહે. રાજકોટ વાળા રાજકોટ તરફથી આવતી સી.એન.જી. રીક્ષામાં બેસી મોરબી સોની બજારમાં જતા હતા ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં પાછળની શીટમાં ફરીયાદી સાથે બેઠેલ ઇસમોએ ફરીયાદીની નજર ચુકવી થેલાની ચેન ખોલી થેલામાં રાખેલ ચાંદીના દાગીના જેનુ વજન ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ગુ.ર.નં.૧૭૨૧/ ૨૦૨૪ BNS કલમ-૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો નોંધાયો હતો

મોરબીએલસીબી /પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. જે દરમ્યાન ગુનાને અંજામ આપનાર રીક્ષા અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તપાસતા ઉપરોકત ગુનાને અંજામ આપનાર રીક્ષા પીળા કલરના હુડ વાળી જેની પાછળની નંબર પ્લેટ લગાડેલ ન હોય અને પાછળના ભાગે હુડમાં સલમાનખાન તથા હીરોઇનના ફોટા વાળુ પોસ્ટર લગાડેલ હોય જે રીક્ષામાં બેઠેલ ઇસમો પૈકી એક ઇસમ અજાભાઇ ભીમાભાઇ સોલંકી રહે.રાજુલા વાળો હોવાનુ અને તે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ હોવાનુ અને તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ ઉપરોકત રીક્ષામાં ત્રણેક ઇસમો બેસી રાજકોટથી મોરબી તરફ આવનાર હોવાની હકિકત એલ.સી.બી.સ્ટાફને મળેલ હોય જે હકિકત આધારે મોરબી ભકિતનગર સર્કલ પાસે વોચ તપાસમાં હતા. દરમ્યાન મળેલ હકિકત આધારે સી.એન.જી.રીક્ષા નંબર-GJ-01-TH-3564 માંથી ઉપરોકત ગુનાને અંજામ આપનાર ત્રણ ઇસમો ચાંદીના દાગીના સાથે મળી આવતા હસ્તગત કરી પુછપરછ કરતા પોતે ત્રણેય ઇસમો તથા અન્ય એક ઇસમે મળી ઉપરોકત ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપતા હોય જેઓની પાસેથી ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦00/-, રોકડા રૂપીયા-૨૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલફોન મળી કુલ રૂ.૧,૬૫,૫૦૦/- નો મુદામાલ કબજે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓને મુદામાલ સાથે આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. તરફ શોપી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-

૧. અજયભાઇ ભીમાભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. રાજુલા જી.અમરેલી

૨. જોરૂભાઇ જશુભાઇ બારીયા ઉવ.૨૬ રહે. મહુવા મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ નુતનનગર તા.મહુવા જી.ભાવનગર

૩. રાકેશભાઇ રમેશભાઇ સોરઠીયા ઉવ.૨૮ રહે.મહુવા નુતનનગર મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ તા.મહુવા જી.ભાવનગર

> પકડવાના બાકી આરોપીના નામ સરનામા

(૧) આકાશ જયંતિભાઇ સોરઠીયા રહે. મહુવા જી.ભાવનગર

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW