ગત તા. – 16 ઓક્ટોબર ના રોજ સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોલેજની 6 ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ ( આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક) રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયા દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ પી. ડી. કાંજીયા એ પ્રિન્સીપાલ , પી.ટી.આઇ હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.