મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં બાળકોમાં નાનપણ થી જ કરકસરનાં ગુણ પ્રાપ્ત થાય એવા સહેતુક કાર્યક્રમનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનથી પ્રદીપકુમારજી પધાર્યા હતા એમને બાળકોને માર્ગદર્શક પુરું પાડ્યું હતું.તેમને શાળા પ્રવેશોત્સવ,ગુણોત્સવ, રાષ્ટ્રીય ઉજવણી પર્વ, સરસ્વતી વઁદના જેવા કાર્યક્રમ વધુ ઓપી અને દીપી ઉઠે અને બાળકોમાં સર્વાંગી શિક્ષણનો અભિગમ વિકસે તે માટે સુશોભન માટે અને ટ્રીક શીખવી હતી. કાગળકામ, ભરતકામથી બાળકોમાં ખૂબ આનંદ અને રુચિયુક્ત માહોલ ઉભો થયો હતો.આ અવસરે સર્જનાત્મકતા વધે એવો શાળા સટાફ તરફથી શુભાશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન રમેશભાઈ વી.કાલરીયા પૂર્વ સીઆરસી કો.ઓર્ડીનેટર તેમજ પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે ખુબજ જહેમત ઉઠાવી હતી.