Tuesday, January 21, 2025

૧૬ ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ને ઝડપી લેતી મોરબી એલસીબી પોલીસ

Advertisement

મોરબી એલસીબી પીઆઈ મયંક પંડ્યા ટીમની કાબલેદાદ કામગીરી

મોરબી : ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાન રાજ્યના એક રીઢા ચોરને કુલ-૧૬ મોટર સાયકલો સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના ૧૭ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી કુલ કિ.રૂ. ૬,૦૫,૦૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફને ખાનગી રાહે તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમી મળેલ કે, અગાઉ ટેકનીકલ સ્ટાફને જે શંકાસ્પદ ઇસમોના ફોટાઓ તથા વીડીયો ફૂટેઝ મળેલ તે ઈસમ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જતો હોવાની બાતમી મળેલ હોય અને ઇસમ પાસે હાલમાં જે મોટરસાયકલ છે તે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર ગુનામાં ચોરી થયેલ તે હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે મોરબી પંચાસર ચોકડી પાસે વોચ ગોઠવી એક ઇસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા પોતે આ મોટરસાયકલ આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરી લીધેલ હતુ તે હોવાનુ અને તેની આગળ-પાછળની નંબર પ્લેટો કાઢી ફેકી દીધેલ હોવાનુ જણાવતો હોય અને આ સીવાય તેણે મોરબી, રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ- અલગ તારીખ/સમયે કુલ ૧૭ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરીના ગુનાઓના તમામ મોટર સાયકલ કબ્જે કરી આ બાબતે ખરાઇ કરતા મોરબી જિલ્લામાં ૬ (છ) મોટરસાયકલ તથા રાજકોટ શહેરમાં ૪ (ચાર) તથા પાટણ જિલ્લામાં ૩ (ત્રણ) તથા બનાસકાંઠા જિલામાં ૪ (ચાર) મોટરસાયકલ ચોરી અંગેના કુલ-૧૭ ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી કુલ-૧૬ મોટરસાયકલ જેની કુલ કિ.રૂ. ૬,૦૫,૦૦૦/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ (૧) મુજબ કબ્જે કરી આરોપી હરીશભાઇ મોહનલાલ કાનારામ પુનીયા ઉ.વ.૨૮ રહે. ચૈનપુરા ગામ પુનીયોકી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાનવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW