Tuesday, January 21, 2025

કોપર વાયર ચોરી કરતી ગેંગ ના પાંચ ઈસમો મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા

Advertisement

મોરબી તાલુકા પોલીસને બાતમી હકીકત મળેલ કે એક સી.એન.જી રિક્ષા નંબર GJ-03-AW-7021 વાળી ચોરી કરેલ કોપર વાયર / કોપર કેબલ ભરી ઘુંટુ રોડ સોના સીરામીક સામે થી નીકળનાર છે જેથી બાતમી હકીકત આધારે હકીકત જગ્યા એ વોંચ તપાસ દરમ્યાન સી.એન.જી રીક્ષા રજી. વાળી નિકળતા જે ચેક કરતા તેમાં પાંચ ઇસમો કોપર વાયરના જથ્થા સાથે મળી આવતા મજકુર ઇસમોને કોપરના વાયરના જથ્થાનો આધાર પુરાવા કે બિલ પુરાવા માંગતા તેમની પાસે કોઇ આધાર પુરાવા કે બિલ ન હોય જેથી મળી આવેલ કોપરનો વાયરના જથ્થા તથા ઓટોરીક્ષા રજી.નં વાળીને બી.એન.એસ.કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકૂર ઇસમોને બી.એન.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી ઇસમો ની પુછપરછ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ના અલગ-અલગ કારખાના માં કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયર ની ચોરી ની કબુલાત આપતા હોય તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૨૦૪૮/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૫,૩૩૧ મુજબ ના ગુન્હા કામે ગયેલ ૧૦૦ કીલો કોપર / ઇલેકટ્રીક કેબલ વાયર મળી આવતા કબ્જે કરેલ તેમજ તપાસ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં અલગ-અલગ જગ્યા એ ચોરી કરેલ કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયર સાથે મળી આવતા કબ્જે કરી આગળ ની તપાસ એ.એસ.આઇ એસ.વી સોલંકી ચલાવી રહેલ છે.

આરોપી :-

(૧) જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર/મેર રહે-મયારી તા.કુતીયાણ જી.પોરબંદર (રિક્ષા ચાલક )

(૨) વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર રહે-હાલે ત્રાજપર ખારી, તા.જી.મોરબી મુળ રહે- સુહાના તા.ગંદવાની જી.ધાર એમ.પી.

(૩) અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ રહે.પાડાપુલ નીચે નદી માં મોરબી મુળગામ- રાણાપુર તળાવ ફલીયા જી.જાંબવા

(૪) રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા/ આદીવાસી રહે.પાડાપુલ નીચે નદી માં મોરબી મુળગામ—મદનકુઇ ગામ એક

નંબર ફળીયુ તા.રાણાપુર જી.જાંબવા (એમ.પી ) (૫) વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ રહે-નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી મુળ રહે-ચંન્દ્રશેખર આઝાદનગર (ભાવરા) તા.જી.અલીરાજપુર એમ.પી.

(૬) ગુલામભાઇ જુસબભાઇ ખોલુરા/મેમણ રહે.ફુલગલી મોરબી ( ચોરી નો માલ રાખનાર )

– કબ્જે કરેલ મુદ્દામાલ :- ૧૮૦ કીલો કોપર /ઇલેકટ્રીક વાયર કીરૂ ૯૦,૦૦૦/- તથા એક સી.એન.જી રિક્ષા

રજી . GJ-03-AW-7021 ની કી.રૂ.૧,૦૦,૦૦૦/- ફૂલ મુદામાલ ૧,૯૦,૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW