Tuesday, January 21, 2025

ભારે વરસાદ ના કારણે તૂટેલા રોડ રસ્તાઓ નું રીપેરીંગ કામ તાત્કાલિક ચાલુ કરો કે ડી બાવરવા

Advertisement

મોરબી જીલ્લા માં ચાલુ વર્ષે ખુબજ અતિ વરસાદ થવા પામેલ છે. જે સામાન્ય કરતા ૨૦૦% વધારે વરસાદ થયેલ છે.
આ અતિ વરસાદ ના કારણે મોરબી જીલ્લા માં આવતા રસ્તા ઓ જેવા કે નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે, તેમજ નાણા ગ્રામ્ય રસ્તાઓ તૂટી જવા પામેલ છે.
હાલ માં તૂટેલા રસ્તાઓના કારણે લોકો ખુબજ પરેશાન છે. ગામડે થી બીમાર માણસોને મોરબી શહેર સુધી પહોચાડવા મુશ્કેલ છે. અને જો પહોચે તો તે વધારે બીમાર થાય તેવી રસ્તાઓની સ્થિતિ છે.
તો અમારી માંગણી છે કે તાત્કાલિક ના ધોરણે આ બધાજ રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવા અમારી વિનતી છે.
મોરબી જીલ્લા નો સિરામિક ઉદ્યોગ જયારે હજારો કરોડ નો ટેક્ષ સરકાર ને આપે છે. ત્યારે તેની સામે અમોને આ પ્રાથમિક સુવિધા કેમ ના મળે? તેમ લોકો નું કહેવું છે.
તો આ કામો તાત્કાલિક ચાલુ કરાવવા વિનતી છે. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા ની ફરજ પડશે તેવી માંગ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW