ઓગષ્ટ-ર૦ર૪માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારશ્રીઍ કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારશ્રીઍ પોતાના ભંડોળમાંથી નુકશાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરેલ છે ઓગષ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલઃ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ૧૪૧૯.૬૨ કરોડ પૈકી રૂ.૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.૩૨ર.૩૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે





