માળીયા (મિં) અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી XUV કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૭ કિ.રૂ.૧,૯૧,૦૫૧/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૧,૯૧,૦૫૧/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે રાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી એક XUV ગાડી રજી.નં. GJ-01-KQ-8450 વાળી માળીયા તરફ આવનાર છે અને આ ફોર વ્હીલ ગાડીમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે.તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર હકિકત વાળી ગાડીની વોચમાં હતા તે દરમિયાન ફોર વ્હીલ ગાડી નીકળતા તેમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી નીચેની વિગતે માળીયા (મિં) પોસ્ટે ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– આરોપીનું નામ સરનામા:-
૧. XUV ગાડી રજી.નં. GJ-01-KQ-8450 નો ચાલક
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩૯ કિ.રૂ.૮૯,૦૯૯/- (૨) ૮ પી.એમ સ્પેસીયલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૮૧,૭૯૨/-
(૩) ૮ પી.એમ. સ્પેસીયલ રેર વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૨૦,૧૬૦/-
(૪) XUV ગાડી રજી.નં. GJ-01-KQ-8450 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૯૧,૦૫૧/- નો મુદામાલ કબજે
કરેલ છે.