*મોરબી-માળીયાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 500 પુસ્તકો સરકારી પ્રાથમિક શાળાઓમાં અર્પણ*
મોરબી, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં બાળકનું લાલન પાલન પોષણ કરવું કઠિન છે.પેરેન્ટનું પદ પ્રાપ્ત કરવું એ કોઈ નાનીસુની ઉપલબ્ધિ નથી.એ તો ભાગ્યને સદભાગ્યમાં પલતાવનાર ચમત્કારિક ઘટના છે. પેરેન્ટ એટલે જનક અથવા જનની પેરેન્ટસ એટલે માતા અને પિતા બંને Parent શબ્દની પાછળ ing સફિક્સ જોડાય એટલે સફિક્સ જોડાય એટલે એમ સમજવું કે એન્જિન જોડાયું! અને તે શબ્દ પેરેન્ટીગ રૂપે કાર્યાન્વિત થાય.પેરેન્ટ એટલે માતા-પિતાનું હોવું અને પેરેન્ટિંગ એટલે માતા-પિતાનું સંતાનના ઉછેર અર્થે કાર્યરત રહેવું, સંતાનના સર્વતોમુખી,સર્વતોભદ્ર વિકાસ અર્થે પ્રવૃત રહેવું વગેરે બાબતો પર પ્રકાશ પાડતું અને પેરેન્ટિંગની એબીસીડી, પેરેન્ટિંગની વિવિધ શૈલી, પેરેન્ટિંગની બુનિયાદી શરતો, આર્ટ ઓફ પેરેન્ટિંગ, પેરેન્ટિંગને પડકારતી સમસ્યાઓ અને તેના ઉકેલ, ટીનેજર્સના હાથમાં મોબાઈલ: વાંદરાના હાથમાં નિસરણી?પેરેન્ટિંગ ટીનેજર્સ વગેરે વિષયો પર ડૉ.સતિષ પટેલ પોતાના ચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવના નિચોડરૂપે વિવિધ ઉદાહરણો આપી લખેલ *એકડે એકથી પેરેન્ટિંગ* પુસ્તક મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ગ્રાન્ટમાંથી 500 પુસ્તકો મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં આવતી તમામ સરકારી પ્રાથમિક શાળામાં કુલ 500 પુસ્તક અર્પણ કરવામાં આવેલ હોય ડો.સતિષ પટેલ અને કોમનમેન ફાઉન્ડેશન-મોરબીએ કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ આ પુસ્તકની ગ્રાન્ટ ફાળવવામાં મદદરૂપ થયેલ જિલ્લાના તમામ અધિકારીઓનો ડો.સતિષ પટેલે ઋણ સ્વીકાર કરેલ છે.