Friday, January 10, 2025

મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

Advertisement

તજજ્ઞો દ્વારા ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર
તેમજ કારર્કિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું

નિયામકશ્રી, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ-વીરપર અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ-મોરબી ખાતે વિદેશ રોજગાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમીનારનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં રોજગાર કચેરીની સેવા, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ વિશે માહિતી, ધોરણ ૧૦,૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટર માં રહેલ નોકરીના તકો વિશે માહિતી આપવામાં આવી હતી જેનો અંદાજીત ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમીનારમાં વિદેશ રોજગાર સેલ(રાજકોટ)ના અલતાફ દેરયા અને જિલ્લા રોજગાર કચેરી- મોરબીના ચતુરભાઈ વરાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW