Friday, March 14, 2025

મોરબી નટરાજ ફાટકથી ભડીયાદ સુધીનો રોડ ખખડધજ હાલતમાં સરકારી અધિકારીઓ માટે શરમજનક?

Advertisement

(અહેવાલ:મયંક દેવમુરારી)

મોરબી જિલ્લા કલેકટર એસપી ડીડીઓ સહીતના ઉચ્ચ અધિકારીઓ અહીંથી દરરોજ પસાર થાય છે પણ રોડની મરામત કરવા કેમ કોઈ ના પેટનું પાણી નથી હલતું?

મોરબી નટરાજ ફાટકથી ભડીયાદ સુધીના રોડ ઉપર ખાડારાજ થી પ્રજા પરેશાન પડતી હાલાકી જિલ્લાના રાજાને કેમ નથી દેખાતી!! દરરોજ અહીંથી પસાર થતા ઉચ્ચ સરકારી અધિકારીઓ માટે શરમજનક આમ પ્રજા માટે માથાનો દુખાવો બની ગયેલ ખરબચડા રોડને ક્યારે ટનાટન બનાવશે તેવો સવાલ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ઉઠવા પામ્યો છે આ રોડ પર દરરોજ જિલ્લા કલેકટર એસપી ડીડીઓ સહીતના ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે પરંતુ તેમના પેટનું પાણી કેમ નથી હલતું ? ખાડા રાજમાંથી રાજા પ્રજાને કયારે છૂટકારો અપાવશે? જો જિલ્લાના રાજા જ ખડબડચા રોડ ઉપર પસાર થઈને કચેરીએ જતા હોય તો પ્રજા માટે શું કરશે પ્રજાના પ્રશ્નોને શું વાંચા આપશે પ્રજાને પડતી હાલાકીને નિવારવા દરરોજ આ રોડ ઉપરથી પસાર થતા કલેકટરશ્રીએ મનોમંથન કરવાની તાતી જરૂરીયાત છે! કેમ કે જિલ્લા કલેકટર પાસે જવાનો આ એકમાત્ર શહેરમાથી જવાનો શોર્ટ કટ રોડ હોય કચેરીએ આવતા શહેરીજનો હોય કે અન્ય ઉચ્ચ અધિકારીઓ કે પછી કોઈ નેતાજી ભડીયાદ તરફ જતા અને કલેક્ટર કચેરી સુધી જતો આ રોડ આબરૂ લઈ જાય તેવો હોય શહેરના રોડ રસ્તા તો ઠીક જિલ્લાના રાજાને જો દરરોજ મગરપીઠ જેવા ખડબડચા રોડ ઉપરથી પસાર થવું પડતું હોય તો એતો શરમજનક જ ગણાય જેથી આગામી સમયમાં આ રોડને ટનાટન બનાવીને વાહન ચાલકોને રાહત આપે તેવી લોકમાંગ ઊઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા કલેકટર કચેરી તરફ જતા આ રોડ ઉપર દરરોજ કલેકટર ધારાસભ્ય એસપી ડીડીઓ કામ અર્થે કચેરીએ જતા હોય છે પરંતુ તેઓની ગાડીઓમાં ખડબડચા રોડનો અહેસાસ નહિ થતો હોય? જેથી પેટના પાણી હલતા ન હોય તે વ્યાજબી છે પરંતુ નટરાજની ભડીયાદ તરફ જતા આ રોડ પર વાહન ચાલકોના હાડકાં ખખડી જાય છે એમાં પણ શિયાળાની ઋતુમાં જુના દુખાવા તાજા કરતા આ રોડને યોગ્ય રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW