Saturday, May 24, 2025

મોરબી નગરપાલિકા દ્વારા ભીંતચિત્રો થકી લોકજાગૃતિનો પ્રયાસ કરાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ભીંતચિત્રોએ નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મેળવવા પ્રેરિત કર્યા

મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રકારના માધ્યમો અને સમાચારો થકી લોકોને દરરોજ માહિતી આપવામાં આવતી હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે પ્રયાસો કરવામાં આવે છે. ભીંતચિત્રો એ પરંપરાગત પ્રચલિત લોકજાગૃતિનું માધ્યમ છે. જેનાથી જનમાનસ પર લાંબાગાળા સુધી અસર રહે છે. તેમજ એ શહેરની સુંદરતામાં વધારો કરે છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત ERSU ના હેલ્પલાઇન નંબર ૧૪૪૨૦ અંગે માહિતી આપવામાં આવી છે. આ નંબર થકી ઇમરજન્સી સેવાઓ વિશે માહિતી મળે છે.

આ ઉપરાંત મોરબી નગરપાલિકાના માર્ગદર્શન અનુસાર શોભેશ્વર રોડ ખાતે જિલ્લા સેવા સદનની દીવાલો પર રંગબેરંગી ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં આરોગ્યલક્ષી સેવાઓ, ગટર સફાઈ અને સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW