Thursday, January 23, 2025

મોરબી પોલીસના બાહોશ પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ ડેન્જર ગણાતા એરીયામાંથી પોકસાના આરોપીને ૧૮૦૦ કીલોમીટર દુરથી ઉપાડી લીધો

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી તાલુકા પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ પશ્રિમ બંગાળમાંથી અપહરણના આરોપીને ઉપાડી લીધો

પશ્રિમ બંગાળના અત્યંત ડેન્જર ઝોન માનવામાં આવતા વિસ્તારમાં જઈને આરોપીને ભોગ બનનારની સાથે શોધી કાઢીને સિંઘમ સ્ટાઈલમાં આરોપીને મોરબી લઈ આવતા પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાની કાબિલેદાદ કામગીરી

મોરબી તાલુકા પોલીસના પીએસઆઇ હરહંમેશ મોરબી પોલીસનુ ગૌરવ વધારતા આવ્યા છે અને ફરી તેઓએ નામુમકીન કો મુનકીન કર દેને વાલા કામ કર કે મોરબી પોલીસનુ ગૌરવ વધાર્યુ છે જેમાં મોરબી લાલપર ગામની સીમમાં સીરામીક કારખાનામાંથી એક મહીના પહેલા વેસ્ટ પશ્રિમ બંગાળનો શખ્સ સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ઉપાડી ગયેલ જેની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી મોરબી તાલુકાના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનામાંથી અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીને પશ્વિમ બંગાળથી શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુર.નં.૧૧૧૮૯૦૦૫૨૪૨૧૧૦/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૧૩૭(૨)૮૭ તથા પોક્સો કલમ-૧૮ મુજબના ગુન્હો તા.ર૮/૧૦/૨૦૨૪ના રોજ નોંધાયેલ આ કામનો બનાવ લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાં બનેલ છે આ કામની હકિકત એવી છે કે આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરી ભોગબનનાર જન્મ તા-૨૯/૦૫/૨૦૦૭ ઉ.વ-૧૭- વર્ષ, ૪-મહીના ૨૯-દિવસ વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય શોષણ કરવાના કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા ગુનો કર્યા અંગેની હકિકત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી કરાવેલ હતો બાદ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી આરોપી પોતાના વતનમાં હોવાની હકિકત મળેલ હોય જેથી અત્રેના પો.સ્ટેના પીએસઆઇ એ.બી.મિશ્રા તથા પો.કોન્સ.જીતેનદાન ગઢવીનાઓને એક ટીમ બનાવી તપાસ અર્થે પશ્વિમ બંગાળ ખાતે મોકલી પશ્ચિમ બંગાળની લોકલ પોલીસની મદદથી આ કામના ભોગબનનાર તથા આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના ઘનશ્યામ મન્ના ઉ.વ.-૨૦ (જન્મ તા. ૨૧/૧૧/૨૦૦૪) રહેવાસી- રામગામેત્યા ગામ તેરાપરારા જલપાઇ, પૂર્વ મેદનીપુર નારઘાટ એલ.એસ.વેસ્ટ બંગાળ વાળો મળી આવતા મજકુર આરોપી તથા ભોગબનનાર પશ્ચિમ બંગાળ ખાતેથી સહી સલામત તા-૧૯/૧૨/૨૦૨૪ના રોજ હસ્તગત કરી અત્રે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવતા આરોપી રણજીત મન્ના સન/ઓફ કલીપદા મન્ના રહેવાસી- રામગામેત્યા ગામ તેરાપરારા, જલપાઇ, પુર્વે મેદનીપુર, નારઘાટ એલ.એસ. વેસ્ટબંગાળ વાળાને તા-૧૯/૧૨/૨૦૨૪ ના ક-૨૧/૪૫ વાગ્યે ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ અત્રે ઉલ્લેખનીય છેકે ડેન્જર ઝોન ગણાતા એરીયામાંથી પોકસાના આરોપીને ભોગ બનનાર સાથે ઉપાડી લાવી પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ અપને ઈલાકે મેં તો હર કોઈ હીરો હોતા હૈ મગર એરીયા તેરા એવા વિસ્તારમાં કે જ્યાં પોલીસ પણ થરથર કાંપે તેવા એરીયામાથી આરોપીને ઉપાડી મોરબી લાવીને સૌની આંખો ચાર કરી દીધી હતી કાબિલેદાદ કામગીરીથી મોરબી પોલીસ પણ પ્રભાવિત થાય તો નવાઈ નહીં કેમ કે બહાદુર બાહોશ પીએસઆઇની આ કામગીરી અશક્ય ને શક્ય નામુમકીન કો મુનકીન કરી બતાવીને આરોપીને મોરબી જેલના સળિયા પાછળ ધકેલી મોરબી પોલીસનુ ગૌરવ વધાર્યુ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW