શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી સ્વ. સાગર ચંદુભાઈ ભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રવિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તારીખ ૨૨ ડીસેમ્બરના રવિવારના રોજ સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી મોરબીના એસપી રોડ પર ધ વન એપ સોસાયટી સુંદર હાઇટ ૬૦૨ માં મહારક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.