ઊર્જા બચત માસ પર્વની તેમજ સલામતી સપ્તાહ ઉજવણી ના ભાગરૂપે આજ રોજ તા- 21.12.2024 ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગે નું આયોજન કરેલ છે. સદરહુ રેલી માં બહોળા પ્રમાણ માં કર્મચારીઓ હાજર રહી, રેલી નો સંદેશ ખરી રીતે વધુમાં વધુ લોકો ને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી ના પાવર હાઉસ કમ્પાઉન્ડ થી અધિક્ષક ઇજનેર ડી આર ઘાડિયા ના વડપણ હેઠળ રેલી ને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવેલ. રેલી સવાર ના ૦૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ થી શરૂ થઈ મહારાણા પ્રતાપ સર્કલ થી મયુર પુલ થી નગર દરવાજા થી રવાપર રોડ થી નવા બસ સ્ટેન્ડ થી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ પાસે પૂર્ણ થયેલ છે.